વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામ ખાતે કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે સ્થળ પર દરોડો પાડી ચાર પત્તા પ્રેમીઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી લીધા હતા જ્યારે અન્ય ત્રણ શખ્સો નાસી છૂટયા હતા….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના રાજાવડલા ગામ ખાતે જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા કાસમ ઉસ્માનભાઈ ખોરજીયા, રિઝવાન હુશેનભાઇ કડીવાર, ફીરોજભાઇ હશનભાઇ ખોરજીયા અને વાહીદ અમીભાઇ વડાવીયાને ઝડપી લીધા હતા જ્યારે પોલીસના આ દરોડા દરમિયાન આરોપી રફીક હાજી ભગત, શાહબુદીન રાઠોડ અને ઇરફાન ઉર્ફે ઢગો નાસી જતા પોલીસે કુલ રૂ. 17,090નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU