વાંકાનેર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અવાર નવાર માનવ વસાહતમાં જંગલી પ્રાણીઓ ઘૂસી અને પશુઓના મારણ કરતા હોવાના સમાચારો સામે આવતાં હોય છે, ત્યારે ફરી વાંકાનેર તાલુકાના જાલસીકા ગામની સીમમાં વાડી વિસ્તારમાં દિપડાએ બે વાછરડાના મારણ કર્યા હોવાનાં અહેવાલ મળ્યા છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના જાલસીકા ગામની સીમમાં આવેલ ખેડૂત હેમંતભાઈ મેંણદભાઈની વાડીએ ગતરાત્રીના ૧૧:૩૦ વાગ્યાની આસપાસ અચાનક એક દીપડો ચડી આવ્યો હતો જેમાં ખેડૂત હેમંતભાઈ દિપડાને જોઈ જોતાં તેઓ દૂર ભાગી જતાં તેમનો બચાવ થયો હતો, જ્યારે તેમની વાડીએ બાંધેલા પશુઓ પર દિપડાએ હુમલો કરી બે વાછરડાના મારણ કરી મિજબાની માણી હતી, જેમાં બાજુમાં પણ અન્ય પશુઓ બાંધેલ હોય, જે દિપડાની બીકથી ખીલેથી ભાગી જતાં તેમનો બચાવ થયો હતો…
બાબતે ખેડૂત હેમતભાઈ ડાંગરએ ચક્રવાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ બે વાછરડાના મારણથી દુજણી ગાયો દોહવા પણ નહીં આપે અને બે મહિના પહેલા પણ અહીં દીપડાએ એક ગાયનું મારણ કરેલ જેમાં ખેડૂતને રૂ. ૪૫,૦૦૦ ની નુકશાની સામે માત્ર રૂ. ૩,૫૦૦ નું વળતર ચુકવવામાં આવેલ, જે યોગ્ય ન હોય જેથી બાબતે સ્થાનિક જવાબદાર તંત્ર પશુપાલનોની નુકસાનનું યોગ્ય વળતર ચુકવે તેવી ખેડૂતએ માંગ કરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU