હાઇવે નજીક નાલા નીચે અકસ્માતગ્રસ્ત એક્ટિવા અને યુવાનનો મૃતદેહ મળી આવ્યો, પોલીસ ટીમ ઘટનાસ્થળે…
વાંકાનેર શહેર નજીક આવેલ કેરાળા ગામના બોર્ડ પાસે આજે સવારે એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં હાઈવે નજીક નાલા પાસે એક એક્ટિવા મોટર સાઇકલ અકસ્માત ગ્રસ્ત હાલતમાં મળી આવ્યું હતું, જેની બાજુમાં નાલા નીચે પાણીમાં યુવાનનો મૃતદેહ મળી આવતાં આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો, અને યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી યુવાનની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરવામાં આવી છે….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર નજીક કેરાળા ગામના બોર્ડ પાસે આજે સવારે ૧૦ વાગ્યાની આસપાસ એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જેમાં ગામના બોર્ડ નજીક નાલા પાસે હાઈવ પર એક એક્ટિવા બાઈક નંબર GJ 03 EK 0074 છેલ્લા બે દિવસથી અકસ્માત ગ્રસ્ત હાલતમાં પડેલ હોય, જેમાં આજે સવારે નાલા નીચે પાણીમાં યુવાનનો મૃતદેહ તરતી હાલતમાં દેખાતા સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી જઇ અને નાલા નીચે પાણીમાંથી યુવાનનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ બહાર કાઢી લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવની વધુ તપાસ શરૂ કરી છે….
હાલ પોલીસની પ્રાથમિક તપાસમાં આ અકસ્માતનો બનાવ હોવાનું જણાઇ રહ્યું છે, પરંતુ રોગ સાઈડમાં બાઈક ડિવાઈડર ઠેકી નીચે નાલામા કેવી રીતે પહોંચ્યુ તે દિશામાં અને મૃતક યુવાનની ઓળખ મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે..
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU