કોર્ટે નકલી નોટના ગુનામાં આરોપીને દસ વર્ષની સજા અને રૂ. 50,000 નો દંડ ફટકાર્યો….

વાંકાનેર શહેર ખાતે રહી વકીલાત કરતાં અને વર્ષ 2011માં નકલી નોટ વટાવવાના પ્રયાસમાં પકડાયેલા આરોપી અબ્દુલ જમાલભાઇ દલપોત્રા સામે કોર્ટમાં કેસ ચાલતો હોય જેમાં આ કેસ કોર્ટમાં ચાલી જતાં નામદાર જજ સાહેબ દ્વારા આરોપી સામે નકલી નોટનો કેસ સાબીત માની આરોપીને દસ વર્ષ સખત કેદ તેમજ રૂ. 50,000નો દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો અને દંડની રકમ ન ભરે વો વધુ એક વર્ષ સખત કેદની સજા ભોગવવા હુકમમાં કર્યો છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર ખાતે રહેતા અને વકીલાત કરતા આરોપી અબ્દુલ જમાલભાઈ દલપોતરાએ તા. ૦૭-૧૨-૨૦૧૧ ના રોજ અમદાવાદ રોડ ઉપર આવેલા યાતાયાત સંગમ નામના પેટ્રોલ પંપે પોતાના મોટર સાયકલમાં રૂ.૧૦૦ નું પેટ્રોલ પુરાવી ચૂકવણી માટે રૂ.૧૦૦૦ ની નોટ આપી હતી, જે નોટ નકલી જણાતા પંપના કર્મચારી ભાવેશભાઈ નડીયાદીએ જાલીનોટ બાબતે પુછતા આરોપી મોટર સાયકલ લઈને ભાગવાનો પ્રયાસ કરતા કર્મચારી વિજયભાઈ અને અકબરભાઈએ અબ્દુલ દલપોતરાને ઝડપી લઈ પોલીસના હવાલે કર્યો હતો. જેમાં આરોપી કાયદાથી જાણકાર હોવા છતાં જાણી જોઇને નકલી નોટને ખરા તરીકે વાપરવાનો પ્રયત્ન કર્યો ગુનો કર્યો હતો.

જે કેસ સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકાર પક્ષે સરકારી વકીલ પરાગભાઈ શાહની દલીલો, દસ્તાવેજી પુરાવાઓ, સાક્ષીઓની જુબાની, એફ.એસ.એલ. રીપોર્ટ, આરોપીની વર્તણૂક તથા આરોપીના ગુન્હાહિત ઈતિહાસને ધ્યાનમાં લઈ કોર્ટ દ્વારા આરોપી અબ્દુલ દલપાત્રાને દસ વર્ષની સખત કેદની સજા અને રૂ. 50,000નો ફટકારી અને આરોપી દંડ ન ભરે તો વધુ એક વર્ષની સખત કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે….

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

error: Content is protected !!