વાંકાનેર શહેર ખાતે રહેતા 76 વર્ષીય વૃદ્ધએ બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું….

0

વાંકાનેર શહેરની સિપાઇ શેરી સામે રહેતા દિલીપભાઈ જોબનપુત્રા નામના ઉદ્યોગપતિએ પોતાના ઘરે બિમારીથી કંટાળી ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું, જેથી બનાવની જાણ વાંકાનેર સિટી પોલીસને થતા પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ બનાવની વધુ તપાસ શરૂ કરી છે…

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર શહેર ખાતે આવેલ સિપાઈ શેરી સામે રહેતા ઉદ્યોગપતિ દિલીપભાઈ મણીલાલ જોબનપુત્રા નામના 76 વર્ષીય વૃદ્ધએ પોતાના ઘરમાં રસી વડે ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું, જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં વૃદ્ધ લાંબા સમયથી બિમાર હોય, જેનાથી કંટાળી તેઓએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યુ છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1