વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન અમરસર ફાટક પાસેથી પોલીસ સ્ટાફને એક 16 વર્ષીય કિશોર મળી આવ્યો હતો, જેની પુછપરછ કરતા તે પોતાના પરિવારથી છુટો પડી ગયો હોવાનું જણાતા પોલીસે આ કિશોરનું તેના પરિવાર સાથે પુનઃ મિલન કરાવી ઉમદા કામગીરી કરી હતી….
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ અમરષર ફાટક નજીક પેટ્રોલિંગમાં હોય દરમિયાન ત્યાં એક ૧૬ વર્ષીય કિશોર મળી આવ્યો હતો જેની પુછપરછ કરતા તેનું નામ અનશ માજીદભાઈ શેખ (રહે. ઘોઘા મચ્છીવાડ, પીરામ, તા. ઘોઘા, જી. ભાવનગર) હોવાનું જણાવી તે પરિવારથી છુટો પડી ગયો હોવાનું જણાવતા પોલીસે કિશોરના માતા-પિતાની શોધ કરી તેનું પરિવાર સાથે પુન મિલન કરાવ્યું હતું….
વાંકાનેર સીટી પોલીસ ટીમની આ કામગીરીમાં એ.એસ.આઈ. હિરાભાઈ મઠીયા, કો. સામંતભાઈ છુછીયા, ધર્મરાજભાઈ કીડીયા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો….
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/II2ues9Cv0BDqPgrSDlhWI