કંપની દ્વારા નિર્માણાધિન શાળા માટે મંગળવારના રોજ વાંકાનેર પ્રાંત અધિકારીના હસ્તે ભુમિ પુજન કરાયું….
વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડીયા નજીક આવેલ એમ.એન.સી. કંપની કેલ્ડ્રીઝ ઈન્ડિયા રિફ્રેક્ટરીઝ લી. દ્વારા C.R.S. પ્રવૃત્તિ હેઠળ વાંકાનેર નજીક કુવાડવા રોડ પર આશરે રૂ. છ કરોડના ખર્ચે પર અંગ્રેજી માધ્યમ શાળા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેના માટે ગઈકાલના રોજ વાંકાનેર પ્રાંત અધિકારીના હસ્તે ભુમિ પુજન કરવામાં આવ્યું હતું….
આ શાળા માટે કંપની દ્વારા સી.આર.એસ. ફંડમાંથી આશરે રૂ. છ કરોડની ફાળવણી કરવામાં આવશે. જેના પગલે આગામી ટુંક સમયમાં જ તમામ સુવિધાઓ સાથે શાળા શરૂ કરવામાં આવશે. આ ભુમિ પુજન વિધીમાં વાંકાનેર પ્રાંત અધિકારી શિરેસીયા, વાંકાનેર મામલતદાર, કંપની પ્લાન્ટ હેડ રણજીત રાય, મેનેજર મોહિત ફિચડીયા, અશ્વિનભાઈ રાવલ, ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલ, રૂષિરાજસિહ ઝાલા, ભરતસિંહ ઝાલા સહિતના હાજર રહ્યા હતા…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Lx2QskXXZMs3SVDI5qR4Oq