સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે એક તરફ આજે ગુજરાતની છ મહાનગર પાલિકાઓમાં ભરાઈ ચૂકેલા ફોર્મની ચકાસણી ચાલી રહી છે ત્યારે આ સાથોસાથ આજથી જ નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણી માટે આજે ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે જેમાં આજે પ્રથમ દિવસે વાંકાનેર નગરપાલિકા, તાલુકા પંચાયત અને મોરબી જિલ્લા પંચાયતની બેઠકો માટે ફોર્મ ઉપાડવાનું શરૂ કર્યું છે.
આજે પ્રથમ દિવસે વાંકાનેર પ્રાંત કચેરી ખાતે વાંકાનેર નગરપાલિકાની 28 બેઠકો માટે કુલ 17 ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા. જ્યારે તાલુકા પંચાયતની 24 સીટો માટે 27 ફોર્મ ઉપાડવામાં આવ્યા હતા. જે પૈકી તાલુકા પંચાયતમાંથી 12 અને મામલતદાર કચેરીમાંથી 15 ફોર્મ ઉપડ્યા હતા. જ્યારે મોરુ જિલ્લા પંચાયતની 6 બેઠકો માટે આજે કુલ 8 ફોર્મ ઉપડ્યા હતા….
જેમ જેમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં ચુંટણી રાજકારણ ગરમાઇ રહ્યું છે. જેની અસર વાંકાનેર વિસ્તારમાં પણ દેખાવાની શરૂ થઈ ચૂકી છે. વાંકાનેર નગરપાલિકામાં વોર્ડ વાઈઝ, તાલુકા- પંચાયત જિલ્લા પંચાયત માટે ગામડે ગામડે પક્ષો અને ઉમેદવારોએ સભાઓ શરૂ કરી દીધી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi