વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે ગઇકાલે રવિવારના રોજ હેલ્પેજ ઇન્ડિયા અને ઇફકો એમ.સી. ના સહયોગથી રાણેકપર પ્રાથમિક શાળા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 223 જેટલા દર્દીઓના આરોગ્યની તપાસ, વિનામૂલ્યે દવાઓ તથા જરૂરિયાતમંદ અશક્ય વૃદ્ધોને વોકિંગ સ્ટીક આપવામા આવી હતી…
આ કેમ્પમાં જનરલ ફિઝિશિયન ડૉ. મયુરભાઈ, સ્ત્રી રોગ નિષ્ણાંત ડૉ.યાસીનભાઈ, બાળ રોગ નિષ્ણાંત ડૉ. રમેશભાઈ અને હાડકાના સ્પેશિયલ ડોક્ટર ડૉ.યોગેશભાઈએ સેવા આપી હતી. આ કાર્યક્રમ નું સંચાલન દિવાળીબેન સોલંકી (SPO) હેલ્પએજ ઇન્ડીયાએ કર્યુ હતું તેમજ કાર્યક્રમને સફળ બનાવવાં મુનાફભાઈ(Ifcco)અને હેલપેજમાંથી હર્ષદભાઈ, સજનીબેન, મિતલબેન, ગૌતમભાઈ સહિતનાએ ભારે જહેમત ઉઠાવી હતી. આ કેમ્પના અંતે ગામના સરપંચ હુસેનભાઈ તથા સમસ્ત ગ્રામજનો અને રાણેકપર શાળા પરિવારે સૌનો આભાર વ્યક્ત કર્યો હતો….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC