વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થતી એક આઈસર ટ્રકને ચોક્કસ ખાનગી બાતમીના આધારે મોરબી એલસીબી ટીમ દ્વારા રોકી તલાશી લેતા તેમાં રૂની ગાંસડીની આડમાં છુપાવેલ 1608 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે કુલ રૂ. 15 લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરાની સુચના હેઠળ એલસીબી પીઆઈ વી. બી. જાડેજાની ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન હેડ કો. પૃથ્વીરસિંહ જાડેજા અને વિક્રમભાઈ કુંગસીયાને ચોક્કસ ખાનગી બાતમી મળેલ કે અમદાવાદ તરફથી એક આઈસર કન્ટેનર નં. MH 04 FD 8814 માં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરાતી હોય જે બાતમીને આધારે એલસીબી ટીમે વોચ ગોઠવી હતી,
જેમાં વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થતા આ ટ્રકને રોકીને તેની તલાશી લેતા તેમાંથી અલગ અલગ બ્રાંડની ઈંગ્લીશ દારૂની બોટલ નંગ 1608 મળી આવી હતી જેથી એલસીબી ટીમે ઈંગ્લીશ દારૂ કીંમત રૂ 4,82,400, આઈસર કન્ટેનર કીમત રૂ 10 લાખ, 15,000 રોકડ અને પ્લાસ્ટિક વેસ્ટ રૂ ભરેલ ગાંસડીઓ નંગ 28 મળી કુલ રૂ. 15,02,400 નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…
આ બનાવમાં એલસીબી ટીમે ટ્રક ચાલક આરોપી ચોખારામ તેજારામ અલશારામ ગોદારા (રહે. બાડમેર, રાજસ્થાન)ને ઝડપી અને અન્ય આરોપી માલ મોકલનાર સોનું (રહે ઉદયપુર) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…
મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી. બી. જાડેજા, પીએસઆઈ એન. બી. ડાભી, દિલીપભાઈ ચૌધરી, પૃથ્વીસિંહ જાડેજા, શક્તિસિંહ લખધીરસિંહ ઝાલા, વિક્રમભાઈ કુંગસીયા, ભરતભાઈ જીલરીયા, વિક્રમસિંહ બોરાણા, સહદેવસિંહ જાડેજા, ભરતભાઈ મિયાત્રા, રણવીરસિંહ જાડેજા અને સતીષભાઈ સહિતની ટીમ જોડાઇ હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/K9LOywS76zl4e4qPDbPIoN