વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ નવા બનતા એક કારખાનામાં સેન્ટીંગ કામ કરતો યુવાન 15 ફુટની ઉંચાઈથી નીચે પટકાતાં તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં લેન્ડ ક્રાફટ પેવર એલએલપી નામના નવા બનતા કારખાનામાં સેન્ટીંગ કામ કરતા રાજુભાઇ જેસિંગભાઈ નાયકા (ઉ.વ. 34 રહે. હાલ રાતાવીરડા, મૂળ રહે.ગોધરા) 15 ફૂટની ઊંચાઈએથી નીચે પટકાતાં તેને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતાં તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થતાં આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV