સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની પૂર્વ તૈયારી માટે બેઠક યોજાઇ : બે હજારથી વધુ લોકોની સહભાગીતા સાથે ૧૫ મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી કરાશે….

જિલ્લા કલેક્ટરશ્રી જે. બી. પટેલના અધ્યક્ષસ્થાને સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણીની પૂર્વ તૈયારી માટે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે કલેક્ટરશ્રીએ માર્ગ અને મકાન વિભાગને ગ્રાઉન્ડ, મંડપ, સ્ટેજની વ્યવસ્થા, ધ્વજ ફરકાવવા માટે પોલ, લાઈટિંગ તેમજ જનરેટરની વ્યવસ્થા તેમજ પરેડ માટે એન.સી.સી. અને અને.એસ.એસ. તથા મહિલા પોલીસની ટીમ ખાસ રાખવા, વૃક્ષારોપણ તેમજ સુશોભન તથા સ્વચ્છતા જળવાય વગેરે બાબતોની યોગ્ય વ્યવસ્થા કરવા સંબંધિત વિભાગોને સૂચના આપી હતી…

મોરબી જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વાંકાનેરની અમરસિંહ હાઇસ્કુલ ખાતે ૨૦૦૦ થી વધુ લોકોની હાજરીમાં યોજાશે, જેથી આ કાર્યક્રમમાં શાળા કોલેજ તેમજ શૈક્ષણિક સંસ્થાઓ, ઔધોગિક સાહસિકો, વેપારીઓ મંડળો, સ્થાનિક અગ્રણીઓ તથા નાગરિકો વધુને વધુ આ કાર્યક્રમનો હિસ્સો બને તેવું આયોજન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે…

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની પૂર્વ તૈયારી માટેની આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, નાયબ પોલીસ અધિક્ષકશ્રી અતુલ બંસલ, નિવાસી અધિક કલેકટરશ્રી એન.કે. મુછાર,વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી શેરશીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઈશિતાબેન મેર, માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કાર્યપાલક ઈજનેરશ્રી ઝાલા,

નગરપાલિકા ચીફ ઓફિસરશ્રી સંદીપસિંહ ઝાલા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિરલ વ્યાસ, જિલ્લા ખેતવાડી અધિકારીશ્રી વિક્રમસિંહ ચૌહાણ, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી નિલેશભાઈ રાણીપા, જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ગરચર તેમજ સંબંધિત વિભાગના અધિકારીશ્રી/કર્મચારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/FiSSadlUTGL3knNTGaYkRl

 

error: Content is protected !!