વાંકાનેર તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું જેમાં મતદારોએ ઉત્સાહ ભેર મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જેમાં ઘણી જગ્યાએ વૃદ્ધ અને અશક્ત મતદારો મતદાન કરી યુવાનોને અનોખી શીખ આપી હતી. વાંકાનેર તાલુકાના ગારીડા ગામે રહેતા 108 વર્ષીય વૃદ્ધ બાદી ગાજીભાઈ અબ્રાહમભાઈએ પોતાના પરિવારજનો સાથે મતદાન મથક પર પહોંચી મતદાન કર્યું હતું…
108 વર્ષીય વૃદ્ધ ગાજીભાઈ એ આટલી મોટી ઉંમરે પણ પોતાની ફરજ ન ચુ આશક્તિ હાલતમાં પણ અચુક પણે મતદાન કરી અન્યોને પ્રેરણા આપી હતી. વૃદ્ધ ગાજીભાઈ પોતાના પરિવારજનોની મદદથી મતદાન મથક પર મત આપવા પહોંચતા ચૂંટણી અધિકારીઓ અને કર્મચારીઓ પણ વૃદ્ધની મદદ માટે તત્પર બન્યા હતા અને તમામની મદદથી પોતાની મતદાનની ફરજ અદા કરી હતી…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/ITdstyiYTKV5TlRSErDyet