જિલ્લાની ત્રણેય બેઠક પર 35 ઉમેદવારના ભાવિનો કાલે ગુરુવારે ફેંસલો…
મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો પર ભાજપ-કોંગ્રેસ અને આપ સહિત 35 ઉમેદવારોના રાજકીય ભાવિનો આવતીકાલે ગુરુવારે ફેંસલો થશે. જેમાં મોરબી નજીક ઘુંટુ ખાતે આવેલ સરકારી પોલી ટેક્નિકલ કોલેજ ખાતે સજ્જડ સુરક્ષા વચ્ચે કાલે સવારથી ત્રણેય બેઠક પર ચૂંટણીની મતગણતરી કરવામાં આવશે. આવતીકાલે બપોરે ત્રણ વાગ્યા સુધીમાં મોરબી જિલ્લાની ત્રણેય બેઠક પર કોણ વિજેતા બનશે તેનું ચુંટણી ચિત્ર લગભગ સ્પષ્ટ થઈ જશે…
મોરબી જિલ્લાની ત્રણેય બેઠકો વાઇઝ ચૂંટણીમાં મતદાનની ટકાવારી જોઈએ તો મોરબી બેઠક ઉપર 67.16 ટકા મતદાન થયું હતું. જેમાં ગત વર્ષ કરતા 4.58 ટકા મતદાન ઘટ્યું છે. આ વખતે ટંકારા બેઠક પર 71,18 ટકા મતદાન થયું છે. જેમાં ગત વર્ષ કરતા 3.32 ટકા મતદાન ઘટાડો થયો છે. આ વખતે વાંકાનેર બેઠકમાં આજે 71.19 ટકા મતદાન થયું છે. જેમાં પણ ગત વર્ષ કરતા 3.7 ટકાનો ઘટાડો નોંધાયો છે…
મોરબી બેઠક ઉપર ભાજપના કાન્તિલાલ અમૃતિયા અને કોંગ્રેસના જયંતીભાઈ પટેલ વચ્ચે સીધી ટક્કર હતી. પણ આપના ઉમેદવાર પંકજ રણસરિયા પણ ખાસ્સું જોર કરતા ત્રિપાખીયો જંગ ખેલાયો હતો. જ્યારે ટંકારા બેઠક ઉપર કોંગ્રેસના લીલીતભાઈ કગથરા અને ભાજપના દુલર્ભજીભાઈ દેથરીયા વચ્ચે સીધો જંગ હતો. તેમજ વાંકાનેર બેઠક ઉપર કોંગ્રેસ જુના જોગી મહંમદજાવીદ પીરજાદાની સામે ભાજપના જીતુ સોમણી તથા આપના વિક્રમ સોરાણી વચ્ચે રણસંગ્રામ ખેલાયો હતો. આમ જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠક પર કુલ 35 ઉમેદવારોના ભાવિનો આવતીકાલે ફેંસલો થશે….
મોરબી જિલ્લાની ત્રણ બેઠકોની મત ગણતરી એક જ સ્થળ એટલે મોરબીના ઘુંટુ નજીક આવેલ સરકારી પોલી ટેક્નિક કોલેજ ખાતે આવતીકાલે સવારથી થશે. પહેલા પેપર બેલેટથી મત ગણતરી થશે. ત્રણેય બેઠકનું અલગ અલગ બિલ્ડીંગમાં 14-14 ટેબલ ગોઠવવામાં આવશે. 21થી 22 રાઉન્ડ સુધી મતગણતરી કરવામાં આવશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પંડ્યા, એસ એમ.કાથડ, અધિક કલેકટર એન.કે.મૂછાર તેમજ 1200નો કાઉન્ટીગનો સ્ટાફ મતગણતરીમાં જોડાશે. જ્યારે મતગણતરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસપીના માર્ગદર્શન હેઠળ બે ડીવાયએસપી, 7 પીઆઇ, 15 પીએસઆઇ સહિતનો સ્ટાફ અને પેરા મિલેટરી ફોર્સ ચુસ્ત બંદોબસ્તમાં જોડાશે…
વાંકાનેર વિસ્તારની ચુંટણીની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DNb8wXSjSI38V6051lLQI4