વાંકાનેર તાલુકાના ભલગામ નજીકથી વાંકાનેર તાલુકા પોલીસે એક શખ્સને બાઇક પર રાખેલ થેલામાંથી પાંચ બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી પાડી આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના ભલગામ બસ સ્ટેન્ડ નજીક શંકાસ્પદ હાલતમાં બાઈક સાથે ઉભેલા એક શખ્સની તલાશી લેતા તેની પાસે રહેલ થેલામાંથી પાંચ બોટલ વિદેશી દારૂની મળી આવી હતી જેથી પોલીસે આરોપી પ્રવીણભાઈ આપાભાઈ પરમાર(રહે. મકનસર)ને રૂ.1875ની કિંમતની પાંચ બોટલ વિદેશી દારૂ તેમજ રૂ.20,000નું બાઈક સહિત કુલ રૂ. 21,875ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/JaNtfP7Okw09RVWit8eWD1