સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી છુટાછવાયો કમોસમી વરસાદ નોંધાઇ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી ચાર દિવસ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અત્યાર સુધીમાં રાજ્યના 33માંથી 27 જિલ્લાના 111 તાલુકામાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. જેના કારણે ધરતીપુત્રો ચિંતિત બન્યા છે જેમાં હાલ કેરી, ધાણા, જીરૂ, ઘઉં સહિતના ખેતી પાકને પણ ભારે નુકસાન થયું છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક વિસ્તારોમાં તેજ પવનો સાથે હળવોથી ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે….

હવામાન વિભાગની આગાહી મુજબ તા. ૨૦ માર્ચથી ૨૩ માર્ચ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ઉત્તર વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સોમવાર ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી તથા મહીસાગરમાં માવઠાની આગાહી કરાઈ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છના પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં હળવો કે ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ મંગળવારથી ગુરૂવાર સુધીમાં ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં છુટોછવાયો કમોસમી વરસાદ થવાની આગાહી કરતા ધરતીપુત્રોમાં ચિંતિત બન્યા છે…

વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻

https://chat.whatsapp.com/Lk9VeBiwaWLADeOOKfmVDU

 

error: Content is protected !!